જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરએ રક્ષાબંધનના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી
Live TV
-
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રક્ષાબંધન પર્વ ના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રક્ષાબંધન પર્વ ના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. એક સંદેશમાં તેમણે કહ્યું કે આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના અનોખા બંધન નો ઉત્સવ છે. તેમજ રાખી બંને વચ્ચે પ્રેમ, કરુણા, સ્નેહ અને પરસ્પર વિશ્વાસનું પ્રતીક પણ છે. આ તહેવારની ભાવના સમાજમાં કૌટુંબિક બંધન, એકતા, સૌહાર્દ અને ભાઈચારાને મજબૂત કરે અને બધા માટે શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી તેમણે શુભેચ્છા પાઠવી હતી.
