Skip to main content
Settings Settings for Dark

PRIPમાં સંશોધન માટે 5000 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે નવી યોજના શરૂ થશે

Live TV

X
  • કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે સરકાર ટૂંક સમયમાં ફાર્મા-મેડ સેક્ટર-PRIPમાં સંશોધન અને નવીનતા માટે 5000 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે નવી યોજના શરૂ કરશે.

    કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે સરકાર ટૂંક સમયમાં ફાર્મા-મેડ સેક્ટર-PRIPમાં સંશોધન અને નવીનતા  માટે 5000 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે નવી યોજના શરૂ કરશે. ગયા મહિને, કેન્દ્રીય કેબિનેટે 2023-24 થી 2027-28 ના 5 વર્ષના સમયગાળા માટે આ યોજનાને મંજૂરી આપી હતી.

    તેમણે ઉમેર્યું હતું કે PRIP યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં સંશોધન માળખાને મજબૂત કરીને ભારતીય ફાર્મા મેડ ટેક ક્ષેત્રને ખર્ચ આધારિત સ્પર્ધાત્મકતા માંથી નવીનતા આધારિત વૃદ્ધિમાં પરિવર્તિત કરવાનો છે. આ યોજના માટે નિર્ધારિત 5000 કરોડ રૂપિયામાંથી, 700 કરોડ રૂપિયા મોહાલી, અમદાવાદ, હૈદરાબાદ અને કોલકાતા સહિતના વિસ્તારોમાં સ્થિત 7 વર્તમાન રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થાઓમાં  સંશોધન માળખાને મજબૂત કરવા માટે હશે.

    ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે સરકારનું ધ્યાન દેશમાં ફાર્મા ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવા, દવાઓના ઉત્પાદનને વધારવા અને ક્ષેત્રમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવાનું છે.તેમણે માહિતી આપી હતી કે આ ધ્યાનમાં રાખીને સરકારે પ્રત્યેક 1000 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ પાર્ક ગુજરાત, હિમાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં સ્થપાશે . ઉપરાંત દેશમાં મેડિકલ ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ચાર મેડિકલ ડિવાઈસ પાર્કની પણ સ્થાપના કરવામાં આવી રહી છે. આ પાર્ક ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને મધ્ય પ્રદેશમાં  સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply