સિંગાપોરમાં ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા ભારતે ચોખાની નિકાસને મંજૂરી આપવાનો કર્યો નિર્ણય
Live TV
-
ભારતે સિંગાપોરમાં ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા ચોખાની નિકાસ કરવા મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, આ અંગે ટૂંક સમયમાં ઔપચારિક આદેશો બહાર પાડવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું હતુ કે, ભારત અને સિંગાપોર વચ્ચે ગાઢ રાજદ્વારી ભાગીદારી છે, જે સહિયારા હિતો, આર્થિક સંબંધો અને બંને દેશોના લોકો વચ્ચે ગાઢ સંબંધો પર આધારિત છે. આ ખાસ સંબંધને કારણે ભારતે સિંગાપોરમાં ચોખાની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે.
