રાંધણ ગેસ સિલીન્ડરમાં 200 રૂપિયા ઘટાડાના નિર્ણયને લઈ મુખ્યમંત્રી સહિત ગૃહિણીઓએ કેન્દ્ર સરકારનો માન્યો આભાર
Live TV
-
કેન્દ્ર સરકારે રાંધણ ગેસના બધા જ ગ્રાહકો માટે સિલીન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે સિલીન્ડરની કિંમતમાં 200 રૂપિયાની સબસીડીને ધ્યાનમાં લેતા કુલ ઘટાડો 400 રૂપિયાનો રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસના બધા જ ગ્રાહકો માટે સિલીન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે રાંધણ ગેસના બધા જ ગ્રાહકો માટે સિલીન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.જો કે, ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે સિલીન્ડરની કિંમતમાં અગાઉથી અપાતી 200 રૂપિયાની સબસીડીને ધ્યાનમાં લેતા કુલ ઘટાડો 400 રૂપિયાનો રહેશે.
માહીતી અને પ્રસારણમંત્રી અનુરાગસિંહ ઠાકુરે આજે દિલ્હીમાં પત્રકારોને આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના અંતર્ગત રાંધણગેસના વિનામુલ્યે નવા 75 લાખ જોડાણો આપવાનો પણ નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ રાંધણગેસની કિંમતમાં કરાયેલા ઘટાડાને આવકારતાં જણાવ્યું હતું કે, આ ઘટાડાના લીધે બહેનોનું જીવન વધુ સરળ બનશે.
કેન્દ્ર સરકારે ઘરેલું ગેસ સીલીન્ડરના ભાવમાં રાહત આપતા મહિલાઓએ નિર્ણયને આનંદિત થઇ સ્વીકારી સરકારનો આભાર માન્યો છે.
સમગ્ર રાજ્યમાં રક્ષાબંધનને લઈ ઉત્સવનો માહોલ બન્યો છે ત્યારે કેન્દ્ર સરકારે તમામ મહિલાઓને વિશેષ ભેટ આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની તમામ બહેનો વતી પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.
