Skip to main content
Settings Settings for Dark

ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન તહેવાર રક્ષાબંધનની આજે દેશભરમાં ઉજવણી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ દેશવાસીઓને પાઠવી રક્ષાબંધનની શુભેચ્છાઓ

Live TV

X
  • રક્ષાબંધન ભાઈબહેનની સાથે સાથે સમાજના દરેક સંબંધોને મજબૂત કરે છે,એટલે જ આ પર્વનું સામાજિક અને સાંસ્કૃતિક રીતે આગવું મહત્વ છે.

    રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય, સ્વાસ્થય અને પ્રગતિ માટે કામનાઓ કરતી હોય છે. ત્યારે ભાઈઓ પણ પોતાની બહેનોને જુદી જુદી ભેંટો આપતા હોય છે. ત્યારે આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનની ઉજવણી થઇ રહી છે. રક્ષાબંધન ભાઈબહેનની સાથે સાથે સમાજના દરેક સંબંધોને મજબૂત કરે છે,એટલે જ આ પર્વનું સામાજિક અને સાંસ્કૃતિક રીતે આગવું મહત્વ છે.

    રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. તેમજ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ રક્ષાબંધન નિમિત્તે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે. આશા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, પ્રેમ અને સ્નેહનુ આ પર્વ સમાજમાં સમાનતા વધારશે તથા મહિલાઓનો વિકાસ  કરશે. ઉપરાષ્ટ્રપતિએ પણ દેશવાસીઓને  રક્ષાબંધનની શુભકામના પાઠવી છે. તેમણે જણાવ્યું કે, રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતિક છે.આ તહેવારથી ભાઈ બહેનનો પ્રેમ અને વિશ્વાસ ગાઢ બને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply