કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી નીતીન ગડકરીએ 100 ટકા ઇથેનોલ ઇંધણ પર ચાલતી વિશ્વની પ્રથમ કારનો દિલ્હીમાં આરંભ કરાવ્યો
Live TV
-
કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા વધુ કડક અને ટકાઉ પગલાં લેવા તેમજ તેમણે ઇથેનોલ ઇંધણનો ઉપયોગ વધારવા ઉપર ભાર મૂક્યો હતો
કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી નીતીન ગડકરીએ 100 ટકા ઇથેનોલ ઇંધણ પર ચાલતી વિશ્વની પહેલી કારનો 29 ઓગસ્ટના રોજ દિલ્હીમાં આરંભ કરાવ્યો છે.
કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી ગડકરીએ આજના દિવસને ઐતિહાસિક દિવસ તરીકે ઓળખાવ્યો હતો અને કહ્યું હતુ કે, વિશ્વની BS-6 શ્રેણીની આ પહેલી ઇલેક્ટ્રીક અને ઇથેનોલ આધારીત કાર, કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થશે.વાયુ પ્રદૂષણ અંગે ચિંતા વ્યકત કરીને કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ કહ્યું કે, પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા વધુ કડક અને ટકાઉ પગલાં લેવા પડશે. તેમણે ઇથેનોલનો ઇંધણ તરીકેનો ઉપયોગ વધારવા ઉપર ભાર મૂક્યો હતો.
વધુમાં કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ જણાવ્યું કે, આ પગલાંથી કૃષિક્ષેત્રનો વિકાસ થવાની સાથે-સાથે રોજગારીની નવી તકો ઉભી થશે.કેન્દ્રીયમંત્રી મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે, પરંપરાગત ઇંધણમાં ઇથેનોલ ભેળવવાની કામગીરી શરૂ થતા ખેડૂતોને અંદાજે 82 હજાર કરોડ રૂપિયાની આવક થઇ છે.
