Skip to main content
Settings Settings for Dark

સીબીએસઈ બોર્ડ ધોરણ-10નું પરિણામ 29મી મેના રોજ સાંજે ચાર વાગ્યે જાહેર

Live TV

X
  • એચઆરડી મંત્રાલયના સેક્રેટરી અનિલ સ્વરૂપે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી.

    સીબીએસઈ બોર્ડ ધોરણ-10નું પરિણામ આજે એટલે કે 29મી મેના રોજ સાંજે ચાર વાગ્યે જાહેર થશે. એચઆરડી મંત્રાલયના સેક્રેટરી અનિલ સ્વરૂપે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ સ્ટુડન્ટ્સ સીબીએસઈની ઓફિસિયલ વેબસાઇટ cbseresults.nic.in અથવા cbse.nic.in પર પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે. સીબીએસઇ બોર્ડની ધોરણ-10ની પરીક્ષા પાંચમી માર્ચના રોજ શરૂ થઈ હતી. આ પરીક્ષા ચોથી એપ્રિલના રોજ પૂરી થઈ હતી.

    દિલ્હી પોલીસે CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)ને એક યાદ સોંપી છે. આ યાદીમાં એવા સ્ટુડન્ટ્સના નામનો સમાવેશ થાય છે જેમણે કથિત રીતે ધોરણ-10ના ગણિત અને ધોરણ-12ના અર્થશાસ્ત્રનું પેપર મેળવ્યું હતું. તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું કે બોર્ડ તરફથી આવી યાદી માંગવામાં આવી હતી, જે અમે તેમને સોંપી દીધી છે.

    સીબીએસઈએ તેમને એવા સ્ટુડન્ટ્સની યાદી આપવાનું કહ્યું હતું કે, જેમણે પ્રશ્નપત્ર મળ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ગયા અઠવાડિયે પોલીસે બોર્ડને એક તપાસ રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં આશરે 60 સ્ટુડન્ટ્સના નામ હતા. ક્રાઇમ બ્રાંચે મામલાની તપાસ દરમિયાન આ સ્ટુડન્ટ્સની પૂછપરછ કરી હતી. નોંધનીય છે કે સીબીએસઈના ધોરણ-10નું ગણિત અને ધોરણ-12નું અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલા જ લીક થઈ ગયું હતું.

    આ કેસમાં ગયા મહિને હિમાચલ પ્રદેશના ઉનામાં એક મોડ્યુલ પકડાયું હતું, પોલીસે આ મામલે એક મહિલા સહિત છ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે બીજા એક મોડ્યુલ બવાનાનો ખુલાસો માર્ચમાં થયો હતો, જેમાં એક ખાનગી સ્કૂલના બે શિક્ષકો સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સીબીએસઈએ ધોરણ-12નું પરિણામ 26મી મેના રોજ જાહેર કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply