સીયાચિન સેક્ટરમાં હિમસ્ખલનના કારણે 4 જવાન સહિત 6 લોકો જીવ ગુમાવ્યા
Live TV
-
સીયાચિન સેક્ટરમાં 19 હજાર ફૂટના ઉંચાઇ પર તૈનાત 8 કર્મી કાલે હિમસ્ખલનની ઝપેટમાં આવી ગયા. આ દુર્ઘટનામાં 4 જવાન સહિત 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
સીયાચિન સેક્ટરમાં 19 હજાર ફૂટના ઉંચાઇ પર તૈનાત 8 કર્મી કાલે હિમસ્ખલનની ઝપેટમાં આવી ગયા. આ દુર્ઘટનામાં 4 જવાન સહિત 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘટનાની જાણ થતાં રાહત અને બચાવ કાર્ય માટે આસપાસના કેમ્પમાંથી હિમસ્ખલન બચાવ ટીમને ઘટનાસ્થળે રવાના કરાઈ હતી. આ ટીમે બરફમાં દબાયેલા જવાનોને બહાર કાઢીને હેલિકોપ્ટર દ્રારા નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે સારવાર દરમિયાન 4 જવાન અને અન્ય બે કર્મચારીઓને હાઇપોથારિમિયાના કારણે બચાવી ન શકાયા.
