સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું રાજસ્થાનના પોખરણમાં કરાયુ સફળ પરીક્ષણ
Live TV
-
બ્રહ્મોસ મિસાઈલ અવાજની ગતિથી ત્રણ ઘણી વધુ ક્ષમતાથી વાર કરી શકે છે
ભારતમાં નિર્મિત દુનિયાની સૌથી શક્તિશાળી સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોઝનું રાજસ્થાનના પોખરણ ખાતે સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ છે..આ પહેલા સુપર સોનિક ક્રૂઝ મિસાઈલનું છેલ્લે પરીક્ષણ નવેમ્બર 2017માં ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાન સુખોઈ -30 એમકેઆઈ સાથે કરાયુ હતુ..બ્રહ્મોસનું સૌપ્રથમ પરીક્ષણ 12 જૂન 2001ના રોજ થયુ હતુ..આ મિસાઈલનું નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મસ્કવા નદી પરથી રાખવામાં આવ્યુ હતુ.બ્રહ્મોસ મિસાઈલ અવાજની ગતિથી ત્રણ ઘણી વધુ ક્ષમતાથી વાર કરી શકે છે..મિસાઈલની રેન્જ 290 કિલોમીટરની છે અને 300 કિલોગ્રામ ભારે યુદ્ધસામગ્રી લઈ જવામાં સક્ષમ છે..