J&K-કૂપવાડા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
Live TV
-
અથડામણમાં સેનાના બે જવાન અને બે પોલીસકર્મી શહીદ થયા
જમ્મુ-કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલા ગોળીબારમાં સેનાના બે જવાન અને બે પોલીસકર્મી શહીદ થયા છે. જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો છે. ઘાયલ જવાનની હાલત સ્થિર જણાવાઈ રહી છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. સેનાની છાવણી પર આતંકવાદીઓના ગોળીબાર બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યાર બાદ જિલ્લાના આરામપુરા વિસ્તારમાં આ અથડામણ સર્જાઈ હતી. આ અથડામણમાં ચાર આતંકવાદી પણ માર્યા ગયા છે. સેના અને આતંકવાદી વચ્ચે મોડી સાંજ સુધી અથડામણ ચાલી હતી