આજે વિશ્વ જળ દિવસ પર PM નરેન્દ્ર મોદીએ ટ્વુીટ જળની મહત્વતા વિશે શું કહ્યુ આવો સાંભળીએ
Live TV
-
વિશ્વ જળ દિવસ એ જળશક્તિના મહત્વને ઉજાગર કરવાનો દિવસ છે-PM
આજે વિશ્વ જળ દિવસની દુનિયાભરમાં ઉજવણી થઈ રહી છે ..ત્યારે ટ્વીટર પર હેશટેગ વર્લ્ડ વોટર ડે અને સેવ વોટર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે..PM નરેન્દ્ર મોદીએ ટ્વુીટ કરી જળની મહત્વતા અને જળના સંરક્ષણ વિશે પોતાના વિચારને રજૂ કરતો એક વિડિયો પોસ્ટ કર્યો છે જેને 10 હજારથી લોકોએ જોયો છે.વિશ્વ જળ દિવસ એ જળશક્તિના મહત્વને ઉજાગર કરવાનો દિવસ છે..જ્યારે પાણીનું સંરક્ષણ થાય છે ત્યારે ગ્રામિણ લોકો , ખેડૂતો અને શહેરોમાં તેનો લાભ મળે છે..આજે વિશ્વભરમાં જળ દિવસની ઉજવણી થઈ રહી છે..સમગ્ર વિશ્વમાં વિશ્વ જળ દિન દર વર્ષે ૨૨ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. ઇ. સ. ૧૯૯૩ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ,૨૨ માર્ચના દિવસનેં વિશ્વ જળ દિન ઘોષિત કરેલ છેઆ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિનબદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે.