ઈન્ડિયન ઓઈલ દ્વારા પૂણેમાં શરૂ કરાઈ ડીઝલની હોમ ડીલીવરી
Live TV
-
#FuelAtDoorstep સફળ રહ્યા બાદ તમામ શહેરોમાં લાગુ કરાશે
હાલ, અવનવી ટેકનોલોજીઓના વિકાસથી ઘેર બેઠા કોઈ પણ ચીજ વસ્તુ જેમકે ઘરવખરી તેમજ બેકીંગ સુવિધાઓ સહિતની તમામ સેવાઓ મેળવી શકીએ છીએ ત્યારે હવે, ડીઝલ પણ ઘેર બેઠા મળી શકશે જી. હા, દેશની વિશાળ ઈંધણ વેચનારી આઈઓસીએ (ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશને) ડીઝલની હોમ ડીલીવરી શરૂ કરી છે. જો કે, આ સર્વીસ માત્ર પૂણેમાં જ શરૂ કરાઈ છે. જે ધીમે ધીમે તમામ સ્થળોએ પણ શરૂ થઈ જશે.આ હોમ ડીલીવરી સર્વીસ માટે ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન એક નાના ટેંકરનો ઉપયાગે કરશે જેની બ્રાન્ડ ફયુલ એટ ધ રેટ ડોર સ્ટેપ છે. આઈઓસીએ જણાવ્યું કે, આ પ્રકારે ઈંધણની હોમ ડીલીવરી સૌ પ્રથમ પેટ્રોલયમ એન્ડ એકસપ્ઝીવ સેફટી ઓર્ગેનીકેશન પીઈએસઓએ શરૂ કરી હતી.ઓઈલ મીનીસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને આ વિશે એપ્રિલ, ૨૦૧૭માં વિચાર રજૂ કર્યો હતો કે, સરકાર ગ્રાહકોની સરળતા માટે પેટ્રોલ ડીઝલની પણ હોમ ડીલીવરી શરૂ કરશે. હવે આ સેવાની શરૂઆતથી ગ્રાહકોનો સમય બચશે તેમજ પેટ્રોલ પંપ પર થતી ભીડ ખત્મ થશે.અત્યારે માત્ર ઈન્ડિયન ઓઈલ ડીઝલની જ હોમ ડીલીવરી કરે છે. કારણ કે હાલ પેટ્રોલનું સ્થળાંતર યોગ્ય નથી તેમ કંપનીએ જણાવ્યું હતુ. ઓગષ્ટ ૨૦૧૭માં આઈઓસીનાં ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર સંજીવ સીંધે કહ્યું કે, ડીઝલ વધુ અગ્રેસીવ હોવાથી તેને એક ચોકકસ મીકેનીઝમમાં નિયંત્રીત કરી શકાય છે. પરંતુ પેટ્રોલનું સ્વરૂપ ડીઝલની જેમ હોતુ નથી આથી માત્ર ડીઝલની જ હોમડીલીવરી યોગ્ય છે.