જયપ્રકાશ એસોસિયેટ લિમિટેડને 10મે સુધી બીજા 200 કરોડ જમા કરાવવા આદેશ કરતું ઉચ્ચ ન્યાયાલય
Live TV
-
ઉચ્ચ ન્યાયાલયે જયપ્રકાશ એસોસિયેટ લિમિટેડને 10મે સુધી બીજા 200 કરોડ જમા કરવા કહ્યું છે. જેથી તેની આવાસ યોજનાઓથી અલગ થનારા ખરીદદારોને તેમના પૈસા પાછા આપી શકાય. ન્યાયાધીશ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે 100 કરોડ 6 એપ્રિલ સુધી અને 100 કરોડ 10 મે સુધી જમા કરવા કહ્યું છે. ન્યાયાલયે મકાન ખરીદનારોની સૂચીની પણ માંગણી કરી છે જેથી તેમને રિફન્ડ આપી શકાય. કંપનીને કહેવામાં આવ્યું છે કે રિફન્ડ માંગનારા ખરીદદારોને હપ્તા માટે નોટીસ ન મોકલવામાં આવે. આ અંગે 16 એપ્રિલે સુનાવણી થશે. જેમાં જોવામાં આવશે કે આ આદેશોનું પાલન થયું છે કે નહીં. જય પ્રકાશ એસોસીયેટ્સ લિમિટેડે ન્યાયાલયને જણાવ્યું કે 31 હજાર ખરીદદારોમાંથી માત્ર 8 ટકા ખરીદદારોએ જ રિફન્ડ માંગ્યુ છે. જ્યારે અન્ય ખરીદદારો ફ્લેટની માંગ કરી રહ્યા છે. કંપની અગાઉ 550 કરોડ જમા કરાવી ચુકી છે. કંપનીને નોઇડાના વિવિધ ખરીદદારોને બે હજાર કરોડ રૂપિયા પાછા કરવાના છે.