ટૂ જી કૌભાંડ મામલે હાઈકોર્ટે એ.રાજા, કનીમોઝી અને અન્ય 19 આરોપીઓને નોટિસ પાઠવી માંગ્યો જવાબ
Live TV
-
ટૂ જી કૌભાંડ મામલે હાઈકોર્ટે બધા જ આરોપીઓને નોટિસ મોકલી છે અને ઈડી અને સીબીઆઈએ ઉઠાવેલા સવાલોના જવાબ આરોપીઓને આપવા જણાવ્યું છે.હાઈકોર્ટે આ મામલે એ.રાજા, કનીમોઝી અને અન્ય 19 આરોપીઓને નોટિસ પાઠવી જવાબ માંગયો છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈની વિશેષ અદાલતે જે ચૂકાદો સંભાળાવ્યો હતો તેના જવાબમાં સીબીઆઈએ પણ એક અપીલ દાખલ કરી હતી. જેના પર સુનાવણી કરીને હાઈકોર્ટે તમામ આરોપીને નોટિસ પાઠવી છે અને ઈડી અને સીબીઆઈની અપીલનો જવાબ આપવા જણાવ્યું છે. જોકે આ અંગે વિધિવત સુનાવણી 25 મેના રોજ રાખવામાં આવી છે. સીબીઆઈ અને ઈડીએ નીચલી અદાલતે આપેલા ચૂકાદામાં ઘણી ખામી રહી હોવાનું જણાવ્યું છે. આ ખામીઓ બાબતે સીબીઆઈ અને ઈડીએ હાઈકોર્ટમાં અપીલ કરી છે. સીબીઆઈ અને ઈડીનું કહેવું છે કે તેમની સામે આરોપીઓ વિરૂધ્ધ ઘણા પુરાવા છે જે નીચલી કોર્ટે ધ્યાને લીધા નથી.