રાજ્યસભાની કાર્યવાહી આજે પણ કરાઇ આખા દિવસ માટે સ્થગિત.
Live TV
-
વિપક્ષના હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી આજે આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી. TRS અને TDP ના હંગામાની વચ્ચે વિપક્ષનેતા ગુલામનબી આઝાદે સરકારથી સુપ્રીમ કોર્ટના કાલના HC ST એક્ટના નિર્ણય પર ચર્ચાની માંગ કરી તેના પર સંસદીય કાર્યરાજ્યમંત્રી વિજય ગોયેલે કહ્યું કે સરકાર દરેક મુદ્દા પર તૈયાર છે, તેમ છતાં વિપક્ષનો હંગામો ઓછો થતો ન જણાતા સભાપતિએ કાલ સુધી સદનને સ્થગિત કરી દીધો. બજેટ સત્રના બીજા ચરણમાં વારંવાર વિરોધને કારણે સદનની કાર્યવાહી ચાલુ રહી શકતી નથી. આજે જે રીતે લોકસભાની કાર્યવાહી શરૂ થઇ ત્યારે AIADMK ના સભ્યોએ કાવેરી મુદ્દે અને ટીઆરએસે તેલંગાણામાં આરક્ષણના મુદ્દે હોબાળો કર્યો. જેથી 12 વાગ્યા સુધી કાર્યવાહી રોકી દેવામાં આવી. 12 વાગ્યા પછી વિરોધ ચાલુ રહેતા સદનની કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી.