નવરોજ પર સ્મૃતિ ઇરાનીની ઉદવાડાને ફ્રી WiFiની ભેટ
Live TV
-
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ ઉદવાડા ગ્રામ પંચાયતમાં ફ્રી વાઈ-ફાઈની સુવિધાનો શુભારંભ કર્યો
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગુજરાતના ઉદવાડાને ખાસ ભેટ આપી છે. પ્રધાનમંત્રી સાંસદ ગ્રામ યોજના અંતર્ગત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ઉદવાડામાં ફ્રી વાઈ-વાઈ સુવિધાનો પ્રારંભ કર્યો છે. તેમણે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ મારફતે ઉદવાડાના ગ્રામજનો સાથે વાતચીત પણ કરી હતી. ઉદવાડામાં ફ્રી વાઈ-ફાઈ સુવિધા શરૂ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
તેમણે સંબોધન કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન હવે સાકાર થાવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી મનોજ સિન્હા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંબોધન કરતા કહ્યું કે, વાઈ-ફાઈએ ગ્રામિણ વિસ્તારમાં એક ક્રાંતિ ઉત્પન કરી છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક