દિવ્યાંગોને કેન્દ્ર સરકારની ભેટ : મેડિકલ પીજીમાં પ્રવેશ માટે રીઝર્વેશન કોટા 5 ટકા કર્યો
Live TV
-
મેડિકલ પોસ્ટગ્રેજ્યુએશનના પાઠ્યક્રમોમાં દિવ્યાંગો માટે રાહત આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રવેશ માટે તેમનો કોટા 3 ટકાથી વધારી પાંચ ટકા કરી દીધો છે. તેનાથી દિવ્યાંગોને મોટો લાભ થશે. તેઓ વધુને વધુ આરક્ષણ મેળવી શકશે. તેનો લાભ દિવ્યાંગતાના 21 માપદંડોમાં આવતા તમામ વિદ્યાર્થીઓને મળશે.
આ નિયમમાં ફેરફાર બાદ કાઉન્સીલ માટે ઉપયોગમાં લેવાતા DGHS સોફટવેરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી તેઓ આ નિયમ મુજબ પોતાની નોંધણી કરાવી શકે. સીટો પર નોંધણી કરતા પહેલ તેમનું ચિકિસ્તા પરિક્ષણ પણ કરવામમાં આવશે, જેથી દિવ્યાંગતાનું સ્તર નક્કી શકાય, અને આરક્ષિત કોટા મુજબ તેમને પ્રવેશ આપી શકાય.