રાજનીતિક લાભ માટે સોશિયલ મીડિયાનો દુરુપયોગ સાંખી નહીં લેવાય : રવિશંકર પ્રસાદ
Live TV
-
કેન્દ્રિય મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર એક મોટો આરોપ કર્યો છે. આ અંગે જણાવતા તેમણે કહ્યું કે સરકાર પ્રેસ અને સોશ્યલ મિડિયા પર પોતાના વિચારોની અભિવ્યક્તિનું સમર્થન કરે છે, પણ તેના દુરૂપયોગની વિરૂદ્ધ છે, અને તેને સહન નહિ કરે.
ફેસબુકનો ડેટાલીક કરનારી અને અનેક દેશોમાં ચૂંટણીને ગરકાયદેસર રીતે અસર કરનરી કંપની કેમ્બ્રીજ એનાલીટીકા પર પ્રશ્નો ઉભા કરતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર પ્રશ્નો પુછતા કહ્યું છે કે તેઓ આ કંપની સાથે રાહુલ ગાંધી સાથેના પોતાના સંબંધોની સ્પષ્ટતા કરે. કેમ્બ્રીજ એનાલીટીકા કંપની અગાઉ પણ ડેટા મેન્યુપુલેટ કરી ચૂંટણીને અસર પહોંચાડે છે, અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે ભારતમાં પણ ડેટા મેન્યુપુલેટ કરવામાં કેમ્બ્રીજ એનાલીટીકાનો રોલ જોવા મળી રહ્યો છે. પોતાના વિરોધીઓને ઘેરવા માટે કોંગ્રેસ બને કે આ કંપનીને લઇને આવી હોય, તેવી શંકાઓ સેવાઇ રહી છે. ચૂંટણીમાં જે રીતે વિચારોને ભ્રમિત કરવામાં આવે છે, અને ષડયંત્ર રચવામાં આવે છે, તેનો રવિશંકર પ્રસાદે પર્દાફાશ કર્યો છે. અને જે કાયદાકીય હથકંડામાં આ કંપની ફસાઇ છે, તે અંગે કોંગ્રેસ સાથેના સંબંધો વિશે જવાબ માંગ્યા છે.