આજથી પારસીઓના નવા વર્ષની શરૂઆત, PM એ પાઠવી શુભકામના
Live TV
-
આજથી લગભગ ૩૦૦૦ વર્ષ પહેલા શાહ જમશેદજીએ પારસી ધર્મમાં નવરોઝ મનાવવાની શરૂઆત કરી હતી
આજે પારસીઓનું નવુ વર્ષે નરરોઝ મનાવાઈ રહ્યો છે..ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પારસી સમુદાયના લોકોને નવરોઝની શુભકામના પાઠવી છે..આજથી લગભગ ૩૦૦૦ વર્ષ પહેલા શાહ જમશેદજીએ પારસી ધર્મમાં નવરોઝ મનાવવાની શરૂઆત કરી હતી. ‘નવ’ એટલે નવો અને ‘રોઝ’ એટલે દિવસ. પારસી ધર્મમાં માનનારા લોકો માટે આ દિવસનું વિશેષ મહત્ત્વ છે. નવરોઝના દિવસે પારસી પરિવારોમાં બાળકોથી માંડી તમામ લોકો જલ્દી તૈયાર થઈ નવા વર્ષને વધાવવાની તૈયારીઓમાં લાગી જાય છે. આ દિવસે પારસી લોકો પોતાના ઘરના આંગણે રંગોળીની સજાવટ કરે છે. ચંદનથી ઘરને સુગંધિત કરવામાં આવે છે. આ બધું ફક્ત નવા વર્ષના સ્વાગત માટે નહીં, પરંતુ હવાને શુધ્ધ કરવાના હેતુથી પણ કરવામાં આવે છે.આ દિવસે પારસી મંદિર અગિયારીમાં વિશેષ પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રાર્થનાઓમાં વિતેલા વર્ષની તમામ ઉપલબ્ધિઓ માટે ભગવાન પ્રતિ આભાર વ્યક્ત કરવામાં આવે છે. મંદિરમાં પ્રાર્થનાની વિધિ સમાપ્ત થયા બાદ સમુદાયના તમામ લોકો એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવે છે.નવરોઝના દિવસે ઘરમાં મહેમાનોનો આવવા-જવાનો અને અભિનંદન પાઠવવાનો દોર ચાલુ રહે છે. આ દિવસે પારસી ઘરોમાં સવારે નાસ્તામાં રવો નામની મીઠાઈ બનાવવામાં આવે છે. જેને સુજી, દૂધ અને ખાંડ મેળવીને તૈયાર કરવામાં આવે છે. નવરોઝના દિવસે પારસી પરિવારોમાં વિભિન્ન શાકાહારી અને માંસાહારી ભોજનની સાથે મગની દાળ અને ભાત અનિવાર્ય રીતે બનાવવામાં આવે છે. જુદા-જુદા સ્વાદિષ્ટ પકવાનો સાથે મગની દાળ અને ભાત એ સાદગીનું પ્રતિક છે, જેને પારસી સમુદાયના લોકો જીવનપર્યંત અપનાવે છે.નવરોઝના દિવસે ઘરે આવનાર મહેમાનો ઉપર ગુલાબજળ છાંટી તેમનું સ્વાગત કરવામાં આવે છે. બાદમાં તેમને નવા વર્ષની શુભ શઆત માટે ફાલૂદો ખવડાવવામાં આવે છે. ફાલૂદો સેવઈઓથી તૈયાર કરેલી એક મીઠી વાનગી છે. જો કે પારસી સમુદાયના લોકોની જીવનશૈલીમાં આધુનિકતા અને પાશ્ર્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ પારસી સમાજમાં આજે પણ તહેવારો એટલા જ પારંપરિક રીતે મનાવવામાં આવે છે, જેટલા વર્ષો પહેલા મનાવવામાં આવતા હતા.આમ તો ભારતના દરેક તહેવારોમાં ઘર સજાવટને લઈને મંદિરોમાં પૂજા પાઠ કરવા તથા એકબીજાને અભિનંદન પાઠવવા સહિતની બાબતનો સમાવેશ થાય છે. જે વાત આ પારસી લોકોના નવા વર્ષને ખાસ બનાવે છે તે એ છે કે નવરોઝ સમાનતાનો ઉદેશ આપે છે. માનવતાની રીતે જોવામાં આવે તો નવરોઝની તમામ પરંપરાઓ મહિલાઓ અને પુરુષો સાથે મળીને નિભાવે છે. તહેવારની તૈયારીઓથી લઈને તહેવારનો આનંદ ઉઠાવવામાં બન્ને એકબીજાને પૂરક બની રહે છે.