શહનાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહની જન્મજ્યંતિ પર ચાહકોએ કર્યા યાદ
Live TV
-
આજે શાસ્ત્રીય સંગીત જગતના પ્રમુખ સ્તંભોમાના એક ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની જન્મજયંતિ, સોશિયલ મીડિયા પર ઉસ્તાદ બિસ્મિલ્લાહને ચાહકો યાદ કરી રહ્યા છે
સર્ચ એન્જિન ગૂગલે પ્રખ્યાત શહનાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની 102મી જન્મજયંતિ પર ડૂડલ બનાવીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી..ગૂગલના હોમ પેજ પર આ ડૂડલને ચેન્નાઈના કલાકાર વિજય કૃષે બનાવ્યુ છે..ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનને કોઈ પરિચયની જરૂર નથી,..તેમણે દેશ અને દુનિયામાં શહનાઈ વાદન થકી એક મુકામ હાંસલ કર્યો છે.તો જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પુરાના દરિયાકિનારે ઉસ્તાદ બિસ્મિલ્લાખાનનું અદભૂત રેતચિત્ર બનાવી શ્રદ્ધાંજલિ પાઠવી છે..તેમણે ટ્વીટર પર આ રેતચિત્ર પોસ્ટ કર્યુ છે..જેને અસંખ્ય લાઈક મળી રહ્યા છે.તો રેલમંત્રી પિયુષ ગોયલે પણ ટ્વીટ કરી બિસ્મિલ્લા ખાંનને શ્રદ્ધાંજલિ પાઠવી છે..