ભારતીય રેલવેએ નો બિલ, ફ્રી ફૂડ પૉલિસી લોન્ચ કરી
Live TV
-
રેલવેની નવી પૉલિસી: બિલ નહીં તો મફત જમે યાત્રીઓ
ભારતીય રેલવેએ નો બિલ, ફ્રી ફૂડ પૉલિસી લોન્ચ કરી છે. ટ્રેનમાં મળતા જમાવાનું બિલ નહીં મળે તો પૈસા નહીં. રેલવેમાં યાત્રીઓને જમાવાનું બિલ આપવામાં આવતું નથી અને વધારે કિંમત વસૂલવામાં આવે છે. જેને લઈને ઘણીવાર ફરિયાદો આવતી રહી છે. તેથી આ નવી પૉલિસી ભારતીય રેલવે દ્વારા લાગુ કરવામાં આવી છે. રેલવેના આ નિર્ણયથી હવે વેન્ડર યાત્રીઓ પાસેથી ટ્રેનમાં જમવાની વધુ કિમત વસૂલી નહીં શકે. રેલવેએ જણાવ્યું કે, મુસાફરો હવે જમાવાનું લીધા બાદ બિલ માંગો અને કોઈ વેંડર બિલ આપવાની ના પાડે તો પૈસા આપશો નહીં.આ નવી પોલિસીની નોટિસ એવી તમામ ટ્રેનોમાં 31 માર્ચથી લગાવવામાં આવશે જે ટ્રેનોમાં યાત્રી યાત્રા દરમિયાન જમાવાનું ખરીદે છે. આ નવી યોજના સારી રીતે કામ કરે છે કે તેના માટે રેલવે ઈંસપેક્ટરોને તહેનાત કરશે, જેઓ નજર રાખશે કે મુસાફરોને નક્કી કરેલી કિંમત પ્રમાણે જમાવાનું મળે છે કે નહી અને બિલ આપે છે કે નહીં.રેલવેના ઓફિસરોએ આ પૉલિસીને લાવવાનું મુખ્ય કારણ જણાવતા કહ્યું કે, ટ્રેનમાં જમવાનું આપનારા વેંડર મુસાફરો બિલ માગે તો પણ નથી આપતા. ગત વર્ષ એપ્રિલથી ઓક્ટબર વચ્ચે રેલવેને ખાવાના વધારે કિંમત વસૂલ કરવા મામલે 7000થી વધુ ફરિયાદ મળી છે. રેલમંત્રીએ આદેશ આપ્યો કે જો કોઈ વેન્ડર ખાવાના બોક્સ પર કીમત નહીં દર્શાવે તો તેનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે. ગત વર્ષે રેલવેના બે કેટરોના કૉન્ટ્રેક્ટને વધારે કિંમત વસૂલ કરવાની ફરિયાદ મામલે રદ્દ કરી દીધા હતા અને દંડ પણ ફટકાર્યો હતો.