પહ્મ અવૉર્ડ : ગુજરાતના સિવિલ સેવા અધિકારી સત્યનારાણસિંહને પદ્મશ્રી એનાયત
Live TV
-
ઇલૈયારાજા, ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સહિત 4 હસ્તીઓને પદ્મવિભૂષણ અને એક ગુજરાતી સહિત 32ને પદ્મશ્રી એનાયત, ગુજરાતના સિવિલ સેવા અધિકારી સત્યનારાણસિંહને પદ્મશ્રી એનાયત કરાયો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે અનેક મોટી હસ્તિઓને પદ્મ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા. સરકારે 25 જાન્યુઆરીએ ગાયક ઈલૈયારાજ અને ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની સહિત 85 હસ્તિઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતના સત્યનારાયણ સિંહ (સિવિલ સેવા)ને પણ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દક્ષિણ ભારતના ખ્યાતનામ સંગીતકાર ઇલૈયારાજાને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા.આ વખતે 85 લોકોને પદ્મ એવૉર્ડ આપવામાં આવ્યા. જેમાં ચાર લોકોને પદ્મ વિભૂષણ, નવ લોકોને પદ્મ ભૂષણ અને 73 લોકોને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા છે.આ ચાર મહાનુભાવોને પદ્મવિભુષણથી સમ્માનિત કરવામાં આવ્યાં છે. દક્ષિણ ભારતના પ્રખ્યાત સંગીતકાર ઈલેયારાજા, શાસ્ત્રીય સંગીતજ્ઞ ગુલામ મુસ્તફા ખાન તથા કેરલના પી પરમેશ્વરનને સાહિત્ય અને શિક્ષા ક્ષેત્રે, ફિલિપોસ માર ક્રિસોસ્ટમ( આધ્યાત્મ)ને પદ્મવિભુષણ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.જ્યારે આ ત્રણ હસ્તીઓને પદ્મભૂષણ આપવામાં આવ્યો છે. ડો રામચંદ્ર નાગાસ્વામી(પુરાતત્વ), પ્રો. વેદ પ્રકાશ નંદા (સાહિત્ય અને શિક્ષણ) પંડિત અરવિંદ પરીખ( કલા અને સંગીત)પદ્મ ભૂષણ પુરસ્કાર ભારતીય ક્રીકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, સ્નુકર ખિલાડી પંકજ અડવાણી સહીત 9 લોકોને આપવામાં આવ્યો.આ ઉપરાંત 32 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કારો આપવામાં આવ્યા હતા. તેમાં યોગ માટે નોઉફ મારવાઇ, નારાયણ દાસ (આધ્યાત્મ), સોમદેવ કિશોરદેવ બર્મન (સ્પોર્ટસ-ટેનિસ), પ્રભાકર મહારાણા (મૂર્તિકલા), સુભાસિની મિસ્ત્રી (સમાજસેવા), સત્યનારાયણ સિંહ (સિવિલ સેવા), અમિતાભ રોય (વિજ્ઞાન અને એન્જિનિયરિંગ), ભજ્જૂ શ્યામ (ચિત્રકલા)નો સમાવેશ થાય છે.પદ્મશ્રી પુરસ્કાર: અરવિંદ ગુપ્તા- સાહિત્ય અને શિક્ષા (મહારાષ્ટ્ર), ભજ્જૂ શ્યામ- કલા(પેટિંગ) મધ્યપ્રદેશ, લક્ષ્મી કુટ્ટી-ઔષધી (કેરળ), સુશાંશુ બિસ્વાસ -સમાજ સેવા (પશ્ચિમ બંગાળ), એમઆર રાજગોપાલ-ઔષધી(કેરળ), મુરલીકાંત પેટેકર- ખેલ(મહારાષ્ટ્ર), સુલાગટ્ટી નરસમ્મા- ઔષધી (કર્ણાટક), વિજય લક્ષ્મી નવનીતિકૃષ્ણન- સાહિત્ય અને શિક્ષા- (મહારાષ્ટ્ર), સુભાસિની મિસ્ત્રી-સમાજ સેવા( પશ્ચિમ બંગાળ), રાજગોપાલન વાસુદેવન- વિજ્ઞાન અને એન્જીનિરીંગ( તમિલનાડુ)