ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાજ બબ્બરનું રાજીનામુ
Live TV
-
ગોવાના કોંગ્રેસ અધ્યક્ષે પણ આપ્યુ રાજીનામુ, મોટા ફેરફારના એંધાણ
ઉત્તર પ્રદેશના રાજકારનમાં હાલ અનેક ઉથલપાથલ ચાલી રહી છે. પહેલેથી જ અનેક પડકારોનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બરે પોતાના પદ પરથી અચાનક જ રાજીનામું ધરી દીધું છે. જોકે હજી સુધી રાજ બબ્બરનું રાજીનામું સ્વિકારવામાં આવ્યુ નથી. જ્યાં સુધી રાજીનામું સ્વિકારાશે નહીં ત્યાં સુધી તે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું કામકાજ જોશે.રાજ બબ્બરે આજે મોડી રાતે પોતાનું રાજીનામું આપી દીધું હતું. બીજી બાજુ ગોવા કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.જોકે રાજીનામું આપવા માટે કોઈ ચોક્કસ કારણ રાજ બબ્બરે જણાવ્યું ન હતું. રાજ બબ્બરે કહ્યું હતું કે, મને એક વિશેષ કામ આપીને અહીં મોકલવામાં આવ્યો હતો. હું જેટલું કામ કરી શક્તો હતો એટલું કર્યું. કેટલાક સારા થયા તો કેટલાક નસરા. હું આ બાબતે કંઈ જ કહેવા માંગતો નથી. નેતૃત્વ તેની નોંધ લેશે.2019ને ધ્યાનમાં રાખી તમામની ભૂમિકા બદલાવવી જોઈએ રાજ બબ્બરે કહ્યું હતું કે, કોંગ્રેસ અધિવેશન બાદ બધા મને કહેતા હતાં કે 2019ને ધ્યાનમાં રાખતા તમામની ભૂમિકા બદલાવવી જોઈએ. કોની શું ભૂમિકા રહેશે તે નેતૃત્વ નક્કી કરવાનું રહેશે.
ગોવા કોંગ્રેસ અધ્યક્ષે પણ પદ છોડ્યું
કોંગ્રેસના મહાઅધિવેશનમાં રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણથી પ્રેરાઈને ગોવા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શાંતારામ નાઈકે પોતાનું રાજીનામું આપી દીધું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, યુવા પેઢીએ નેતૃત્વ સંભાળવા માટે આગળ આવવું જોઈએ.