સુપ્રિમ કોર્ટે ઈવીએમ સાથે વીવીપેટને 100 ટકા મેળવવાની પીટીશન ફગાવી
Live TV
-
સુપ્રિમ કોર્ટે લોકસભા ચૂંટણી માટે 23 મેના રોજ હાથ ધરાનાર મતગણતરી દરમિયાન ઈવીએમ સાથે વીવીપેટને 100 ટકા મેળવવાની માંગણીની પીટીશન આજે ફગાવી દીધી છે. જસ્ટીસ અરૂણમિશ્રાની અધ્યક્ષતાવાળી એક ખંડપીઠે ચેન્નાઈ સ્થિત સંગઠન ટેક ફોર ઓલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કરતા કહ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી એક ખંડપીઠે અગાઉ જ આ કેસમાં આદેશ જાહેર કર્યો હતો. સુપ્રિમ કોર્ટે 7 મેના રોજ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં 21 વિપક્ષી નેતાઓ દ્વારા દાખલ કરાયેલ એક સમીક્ષા પીટીશન ફગાવી હતી, જેમાં ઈવીએમ સાથે વીવીપેટની પહોંચ 50 ટકા સુધી મેળવણી કરવાની દાદ માંગવામાં આવી હતી.
