નિતિશકુમાર ને વિશ્વાસ છે કે એનડીએ સરકાર રચશે
Live TV
-
બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ ના વડા નિતિશકુમારે જણાવ્યું હતું કે, તેમના પક્ષને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ આગામી સરકાર રચશે. ઈ.વી.એમ. ના મુદ્દે નિતિશકુમારે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા વિશે શંકા સેવવાનું કારણ નથી. કારણ કે ઈ.વી.એમ. ને કારણે જ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા આવી છે. તેમણે એમ પણ કહ્યું કે, જે પક્ષ હારવા લાગે છે તે ઈવીએમ ગેરરીતીની વાત કરવા લાગે છે.
