Skip to main content
Settings Settings for Dark

આજે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની 28મી પુણ્યતિથિ

Live TV

X
  • રાષ્ટ્ર આજે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની 28મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલી પાઠવી રહ્યું છે. રાજીવ ગાંધીની હત્યા 1991માં આજના દિવસે તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટમાં થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિના દિને શ્રદ્ધાંજલી પાઠવી હતી. યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા,પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામીદ અન્સારી, પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ અને કૉંગ્રેસના અન્ય નેતાઓએ રાજધાની દિલ્લીમાં તેમના સ્મારક વીર ભૂમિ ખાતે પુષ્પાંજલી અર્પી હતી. રાજીવ ગાંધીની પુણ્યતિથિ ત્રાસવાદ વિરોધી દિન તરીકે પણ ઉજવાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply