ભાજપના દિલ્હી કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોની બેઠક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં ભાગ લેશે
ભાજપના દિલ્હી ખાતેના મુખ્યાલયે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોની બેઠક મળી હતી. બેઠકમાં સામેલ થવા રાજનાથસિંહ, નિતિન ગડકરી, હરસમિરન કૌર બાદલ, મુખ્તાર અબ્બાસ નકવી, આર.કે.સિંહ, ઉમા ભારતી, રાજ્યવર્ધનસિંહ રાઠૌડ, સહિત મંત્રીઓ પહોંચ્યા હતા. ભાજપા અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીઓનો આભાર માનવા આ બેઠક બોલાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં ભાગ લેવા પક્ષના મુખ્યાલયે પહોંચ્યા હતા. સાંજે આ જ સ્થળે ભાજપ, ભાજપના સહયોગી પક્ષોના નેતાઓની બેઠક મળશે. એનડીએની આ બેઠકમાં ચૂંટણી પરિણામ પછીના વ્યૂહોની ચર્ચા કરવામાં આવશે.
