Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટનો મહત્તવપૂર્ણ ચુકાદો, સેનામાં મહિલાઓને કાયમી કમિશન

Live TV

X
  • કોર્ટે કહ્યું કે મહિલા અધિકારીઓને સામાજિક અને માનસિક કારણો આપીને તકથી વંચિત કરવું એ ફક્ત ભેદભાવપૂર્ણ જ નથી, પરંતુ અસ્વીકાર્ય પણ છે.

    સુપ્રીમ કોર્ટમાં આજે સેનામાં મહિલાઓને કાયમી કમિશનની માંગણી કરતી અરજી પર સુનાવણી થઈ હતી..જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યુ કે મહિલા અધિકારીઓને સામાજિક અને માનસિક કારણો આપીને તકથી વંચિત કરવું એ ફક્ત ભેદભાવપૂર્ણ જ નથી, પરંતુ અસ્વીકાર્ય પણ છે. કોર્ટે આકરી ટિપ્પણી કરતાં કહ્યું કે કેન્દ્ર સરકારે પોતાનું વલણ અને માનસિકતા બદલવી જોઈએ.સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતું કે 10 લશ્કરી વિભાગોમાં મહિલાઓને કાયમી કમિશન આપવું જોઈએ. કોર્ટે મહિલાઓને આદેશ ન આપવાના સરકારના તર્કને પણ ખોટો અને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ અજય રસ્તોગીની ખંડપીઠે કહ્યુ કે સેનામાં મહિલા અધિકારીઓની નિયુક્તિ એક વિકાસવાદી પ્રક્રિયા છે,..સેનામાં સાચી સમાનતા લાવવી પડશે..મહિલાઓને પરમનન્ટ કમીશન ન આપવું તે કેન્દ્રના પૂર્વગ્રહને બતાવે છે. અત્યાર સુધી માત્ર 14 વર્ષ સુધી શોર્ટ સર્વિસ કમીશનમાં સેવા આપી ચુકેલા પુરુષ સૈનિકોને જ સ્થાયી કમીશનનો વિકલ્પ આપવામાં આવે છે.રક્ષા મંત્રાલયે દિલ્હી હાઈકોર્ટના માર્ચ 2010 સુધીના ચુકાદાને કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં હાઈકોર્ટે સેનાને પોતાના તમામ મહિલા અધિકારીઓને સ્થાયી કમીશન આપવાનો આદેશ આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply