Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: ટ્રાયલ કોર્ટ્સ ઉમરકેદની સજામાં 'મૃત્યુ સુધી જેલ' જેવા શબ્દો પોતાની મેળે ન જોડી શકે

Live TV

X
  • સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: ટ્રાયલ કોર્ટ્સ ઉમરકેદની સજામાં 'મૃત્યુ સુધી જેલ' જેવા શબ્દો પોતાની મેળે ન જોડી શકે

    સુપ્રીમ કોર્ટે સજાના મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ દોષિતને ઉમરકેદની સજા સંભળાવતા નીચલી અદાલત (ટ્રાયલ કોર્ટ) પોતાની તરફથી એવું ન કહી શકે કે દોષિતનું મૃત્યુ થાય ત્યાં સુધી તેણે જેલમાં જ રહેવું પડશે.

    જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૩૦૨ અંતર્ગત સજાની પરિભાષામાં 'રિમેઈન ઈન પ્રિઝમ ફોર રેસ્ટ ઓફ ધ લાઈફ' (આજીવન જેલવાસ) જેવા શબ્દોનો સમાવેશ થતો નથી. આથી, નીચલી અદાલતો પોતાના ચુકાદામાં આ પ્રકારના શબ્દો પોતાની તરફથી જોડી શકતી નથી.

    માત્ર સંવિધાનિક અદાલતોને જ છે વિશેષ અધિકાર

    સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં વધુમાં સ્પષ્ટ કર્યું છે કે, માત્ર સંવિધાનિક અદાલતો (એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ) પાસે જ સજાની નવી શ્રેણી કે શરતો જોડવાનો વિશેષ અધિકાર છે. નીચલી અદાલતો કાયદાની મર્યાદા રહીને જ સજા ફટકારી શકે છે, તેમાં પોતાની તરફથી મનસ્વી કે વધારાના આદેશો ઉમેરી શકાતા નથી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
apply