સુપ્રીમ કોર્ટમાં મેજર આદિત્ય કુમારની મોટી જીત
Live TV
-
સુપ્રીમ કોર્ટ તરફથી મેજર આદિત્ય કુમારને મોટી રાહત મળી, દેશની સર્વોચ્ચા અદાલતે આદિત્ય કુમાર વિરૂદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવા પર રોક લગાવી
જમ્મુ કાશ્મીર - શોપિયામાં થયેલા ફાયરિંગ મામલે મેજર આદિત્ય કુમાર વિરૂદ્ધ કાર્યવાહી કરવા સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર સરકાર અને કેન્દ્ર સરકારન નોટિસ ફટકારી છે. જે પૈકી કોર્ટે આ મામલે કેન્દ્રને બે અઠવાડિયામાં વલણ સ્પષ્ટ કરવાના અને જમ્મુ કાશ્મીર સરકાર પાસે બે અઠવાડિયામાં જવાબ માગ્યો છે.મેજર આદિત્ય વિરૂદ્ધ શોપિયામાં થયેલા ફાયરિંગ મામલે એફઆઈઆર નોંધવામાં આવી હતી. મેજર આદિત્ય કુમારના પિતાએ ગત્ત દિવસે એફઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. મેજરના પિતાએ પોતાના પુત્ર પર નોંધવામાં આવેલી એફઆઈઆરને રદ કરવા માગ કરી હતી. મેજરના પિતાએ જમ્મુ કાશ્મીર પોલીસ પર ખોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. ગત્ત દિવસે કેટલાક તોફાની તત્વોએ 10 ગઢવાલ રાઇફલમાં તૈનાત જવાનો ઉપર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જે દરમ્યાન મેજર આદિત્યએ ફાયરિંગ કરતા સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.