આજે વિશ્વ રેડિયો દિવસ છે, પ્રધાનમંત્રીએ રેડિયો સાથે જોડાયેલા લોકોને પાઠવી શુભકામના
Live TV
-
વર્ષ 1946માં આજના દિવસે રેડિયોની શરૂઆત થઈ હતી..આજે વિશ્વની 95 ટકા જનસંખ્યા સુધી પહોંચ ધરાવે છે
આજે વિશ્વ રેડિયો દિવસ છે..ત્યારે સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓરિસ્સાના દરિયાકિનારે રેડિયો દિવસ નિમિત્તે સુંદર રેતચિત્ર બનાવ્યુ છે..જેને ટ્વીટર પર ખૂબ લાઈક મળી રહ્યા છે..વર્ષ 1946માં આજના દિવસે રેડિયોની શરૂઆત થઈ હતી..આજે વિશ્વની 95 ટકા જનસંખ્યા સુધી પહોંચ ધરાવે છે..વિશ્વના કોઈ પણ ખૂણે રહેલા સમુદાયો સુધી ઓછા ખર્ચ દ્વારા સંચારનું સૌથી સુલભ માધ્યમ એ રેડિયો છે..PM મોદીએ ટ્વીટર રેડિયો પર કરેલી મન કી બાત કાર્યક્રમના તમામ એપીસોડની લીંક પોસ્ટ કરી છે..તેમણે લખ્યુ છે કે રેડિયો એક એવુ માધ્યમ છે જે વધુને વધુ આપણને નજીક લાવે છે.પીએમે રેડિયો સાથે જોડાયેલા તમામ લોકોને શુભકામના પાઠવી છે..