Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે સંજય સિંહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી પર કરેલી ટિપ્પણીમાં રાહત ન આપી

Live TV

X
  • આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી પર કરેલી ટિપ્પણીના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. સંજય સિંહે હવે ગુજરાતની નીચલી કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલનો સામનો કરવો પડશે.

    જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. નીચલી અદાલતે 2023માં અપરાધિક માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યું છે અને સંજય સિંહને 15 એપ્રિલે હાજર થવાનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સંજય સિંહ સામે જાહેર કરાયેલા સમન્સને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.

    હકીકતે, ગુજરાતની નીચલી અદાલતે પ્રધાનમંત્રીની શૈક્ષણિક લાયકાત અંગેના તેમના કટાક્ષ અને અપમાનજનક નિવેદનના સંદર્ભમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી બદનક્ષીની ફરિયાદ પર સંજય સિંહને સમન્સ જારી કર્યા હતા. નીચલી કોર્ટના આદેશને સંજય સિંહે ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે સંજય સિંહની અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટના આદેશને સંજય સિંહે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply