Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટ દ્વારા નૌકાદળમાં પણ મહિલા અધિકારીઓના કાયમી કમિશનને મંજૂરી

Live TV

X
  • આ પહેલા સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલાઓને પરમનન્ટ કમીશન આપવાનો આદેશ આપ્યો હતો

    સર્વોચ્ચ અદાલતે મહિલા અને પુરૂષ અધિકારીઓને સમાન ગણવાનું જણાવીને ભારતના નૌકાદળમાં મહિલા અધિકારીઓના કાયમી કમિશનને મંજુરી આપી છે. ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું  કે દેશની સેવા કરતી મહિલા અધિકારીઓને કાયમી પંચ નહીં આપવાથી ગંભીર અન્યાય થશે. બેન્ચે કહ્યું કે મહિલાઓના નૌકાદળમાં પ્રવેશને મંજૂરી આપ્યા બાદ નૌકાદળના મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવામાં જાતિ આધારિત ભેદભાવ થવો જોઈએ નહીં. 

    સેનામાં પરમનન્ટ કમીશન મળ્યા બાદ કોઈ પણ અધિકારી રિટાયરમેન્ટ સુધી સેનામાં કામ કરી શકે છે અને તેને પેન્શન પણ મળે છે. સેનામાં અધિકારીઓની અછત પુરી કરવા માટે શોર્ટ સર્વિસ કમીશન શરૂ થયું હતું. આ અંતર્ગત પુરુષો અને મહિલાઓ બંનેની ભરતી કરવામાં આવે છે, તેમને 14 વર્ષમાં રિટાયર કરવામાં આવે છે અને તેમને પેન્શન પણ મળતું નથી. પરમનન્ટ કમીશન માટે નેવીમાં માત્ર પુરુષ અધિકારી જ અરજી કરી શકે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply