સુરતના હજીરામાં આવેલ ONGCની ગેસલાઇનમાં આગ, કોઇ જાનહાની નહીં
Live TV
-
સુરતના હજીરામાં મોડી રાત્રે મુંબઈ સુરત સીએનજી ગેસ લાઈનમાં કોઈ કારણ સર આગ લાગવાની ઘટના બની હતી. આ બનાવ એટલો ગંભીર હતો કે, મધરાતે પહેલા બ્લાસ્ટ થયો હતો અને પછી આગની જ્વાળાઓ દૂર દૂરથી જોવા મળી હતી. આ અંગે પ્રાથમિક માહિતી મુજબ 240 કિ.મી. લાંબી સીએનજી પાઈપલાઈનમાં ભંગાણ પડવાની સાથે આગ લાગી હતી.
જેના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં સુરત ફાયરબ્રિગેડ, ઓએનજીસી ફાયરબ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. જોકે, સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે, હાલ, આગને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસો ચાલુ છે અને આસપાસના વિસ્તારોમાં કોઈ જોખમ નથી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ, બે સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણ લોકો લાપત્તા છે. ત્યારે આ અંગે સુરતથી અમારા સંવાદદાતા ગૌતમ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે.
