Skip to main content
Settings Settings for Dark

સુરેશ અંગડી એક સમર્પિત સાંસદ અને પ્રભાવશાળી મંત્રી હતાઃ પ્રધાનમંત્રી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કેન્દ્રિય રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, શ્રી સુરેશ અંગડી અસાધારણ કાર્યકર્તા હતા. તેમણે કર્ણાટકમાં પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું. તેઓ એક સમર્પિત સાંસદ અને પ્રભાવશાળી મંત્રી હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કેન્દ્રિય રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, શ્રી સુરેશ અંગડી અસાધારણ કાર્યકર્તા હતા. તેમણે કર્ણાટકમાં પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું. તેઓ એક સમર્પિત સાંસદ અને પ્રભાવશાળી મંત્રી હતા. કેન્દ્રિય રેલમંત્રી પિયુષ ગોયલ, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા સહિત અનેક નેતા ગણ સાઉથ એવન્યુ સ્થિત દિવંગત નેતા સુરેશ અંગડીના નિવાસ સ્થાન પર પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડીના નિધન પર શોક વ્યક્ત કરીને ટ્વીટ કરીને કહ્યું છે કે, કેન્દ્રિય મંત્રી અને વરિષ્ઠ સાંસદ સુરેશ અંગડીના આકસ્મિક નિધનના સમાચારથી સ્તબ્ધ છુ. આ જન-સેવાના ક્ષેત્રની વિશેષ રીતે કર્ણાટકના લોકો માટે એક મોટી ખોટ પડી છે. મારી શોક સંવેદના તેમના પરિવાર સાથે છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડીના નિધન પર શોક વ્યક્ત કરીને તેમની સાથેની પોતાની એક તસવીર ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે કેન્દ્રિય મંત્રીના સુરેશ અંગડીના આકસ્મિક નિધનના સમાચારથી સ્તબ્ધ છું. તેઓ એક બેહદ લોકપ્રિય અને જમીનથી જોડાયેલા નેતા હતા અને તેઓ આજીવન વંચિતો ના હક માટે સંઘર્ષ કરતાં રહ્યા. શોકાકુળ પરિવારને મારી સંવેદના. ૐ શાંતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કેન્દ્રિય રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, શ્રી સુરેશ અંગડી અસાધારણ કાર્યકર્તા હતા. તેમણે કર્ણાટક માં પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું. તેઓ એક સમર્પિત સાંસદ અને પ્રભાવશાળી મંત્રી હતા. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પણ કેન્દ્રિય રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડીના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 કોરોનાની મહામારીથી મૃત્યુ પામનાર કેન્દ્રીય મંત્રી સુરેશ અંગડી પ્રથમ કેન્દ્રીય મંત્રી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply