લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરાઇ
Live TV
-
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. સત્રના અંતિમ દિવસે પણ અનેક મહત્વપૂર્ણ ખરડાઓ સદનમાં પસાર થયાં હતાં. જેમાં શ્રમ કાયદામાં સુધારા સંબધિત ત્રણ મહત્વના ખરડા., જમ્મુ-કાશ્મીર અધિકારિક ભાષા ખરડો., તેમજ મહામારી સંશોધન ખરડો., મુખ્ય રહ્યાં હતાં.
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. સત્રના અંતિમ દિવસે પણ અનેક મહત્વપૂર્ણ ખરડાઓ સદનમાં પસાર થયાં હતાં. જેમાં શ્રમ કાયદામાં સુધારા સંબધિત ત્રણ મહત્વના ખરડા., જમ્મુ-કાશ્મીર અધિકારિક ભાષા ખરડો., તેમજ મહામારી સંશોધન ખરડો., મુખ્ય રહ્યાં હતાં. લોકસભામાં સંબોધન કરતાં અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે આ 10 દિવસના ટૂંકા સત્રમાં પણ મહત્વનું કામકાજ થયું છે. વિસ્તૃત ચર્ચા બાદ કુલ 25 ખરડાઓ પાસ થયાં છે,. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂએ રાજ્યસભાનું ચોમાસું સત્ર પૂર્ણ થયાની જાહેરાત કરી હતી. રાજ્યસભામાં સત્ર સમાપન સંબોધન કરતાં સભાપતિએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી દરમિયાન ઉત્પન્ન થયેલી વિવિધ પરિસ્થિતિઓમાં સદન 10 દિવસ સુધી સતત કાર્યરત રહ્યું હતું. જ્યારે 6 બિલ ઈન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યાં છે. આ ટૂંકા સત્ર દરમિયાન 198 સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. મહત્વપૂર્ણ છે કે આ સત્ર પહેલી ઓક્ટોબર સુધી ચાલવાનું હતું, પરંતુ કોરોનાના વધતા સંક્રમણને કારણે તેને ટૂંકાવી દેવામાં આવ્યું હતું.
