Skip to main content
Settings Settings for Dark

સેનાના જવાનોએ કોરોના યોદ્ધા પર ફૂલ વરસાવ્યા, PM એ સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો હ્રદયસ્પર્શી વિડિયો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેપ્શનમાં લખ્યુ - Saluting those who are at the forefront, bravely fighting COVID-19

    પીએમ મોદીએ ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરી કોવિડ-19 સામે જંગમાં પહેલી લાઈનમાં ઉભા રહેલા કોરોના વોરિયર્સને સલામ પણ કરી છે.કોવિડ-19 મહામારીને પછાડવા માટે કામ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓ સહિત અન્ય કામમાં લાગેલા કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવા માટે વિભિન્ન શહેરો અને કેટલાક વિસ્તારોમાં સ્થિત મુખ્ય હોસ્પિટલોની ઉપર સેનાના હેલિકોપ્ટરો દ્વારા ફૂલના વરસાદના અભિયાનના રવિવારે ખૂબ વખાણ કરવામાં આવ્યા.

    પીએમ મોદીએ ટ્વીટ કર્યું, કોવિડ-19નો બહાદુરીથી મુકાબલો કરવામાં સૌથી પહેલી લાઈનમાં ઉભા તમામ લોકોને સલામ. આપણા સશસ્ત્ર દળો દ્વારા શાનદાર પ્રદર્શન. પ્રધાનમંત્રીએ સ્વાસ્થ્ય કર્મીઓ અને અન્ય લોકોનો પણ આભાર વ્યક્ત કરવામાં સામેલ સૈન્ય વિમાન, હેલિકોપ્ટર અને બેડનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો.કોરોના વાયરસ મહામારી સામે લડાઈમાં લાગેલા લાખો તબીબ, પેરામેડિકલ કર્મીઓ, સ્વચ્છતા કર્મીઓ અને અન્ય કર્મીઓ પ્રતિ આભાર વ્યક્ત કરવા દેશવ્યાપી અભિયાન હેઠળ ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ રવિવારે પ્રમુખ શહેરો અને વિસ્તારોમાં ઉડાન ભરી જ્યારે સૈન્ય હેલિકોપ્ટરોએ દેશભરમાં પ્રમુખ હોસ્પિટલો ઉપર ફૂલોનો વરસાદ કર્યો
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply