Skip to main content
Settings Settings for Dark

સેના પ્રમુખ : POK ને ભારતનો ભાગ બનાવવા સેના સક્ષમ  

Live TV

X
  • સેના પ્રમુખ :  ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને લશ્કરી બાબતોના વિભાગની સ્થાપના એ લશ્કરી સંકલન તરફના મુખ્ય પગલા, સેના પ્રમુખે ભાવિ યુદ્ધો અને નેટવર્ક-કેન્દ્રિત લડાઇઓને કેન્દ્રમાં રાખી  સૈનિકોની તાલીમ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

    જનરલ મનોજ મુકુંદ નરવણેની સેના પ્રમુખ બન્યા બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને લશ્કરી બાબતોના વિભાગની સ્થાપના એ લશ્કરી સંકલન તરફના મુખ્ય પગલા છે. આજે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભારતીય સેનાને આ પગલાની સફળતા પર પૂરેપૂરો વિશ્વાસ છે.

    તેમણે ભાવિ યુદ્ધો અને નેટવર્ક-કેન્દ્રિત લડાઇઓને કેન્દ્રમાં રાખી  સૈનિકોની તાલીમ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ગુણવત્તાને આ માટેનો મંત્ર ગણાવ્યો. આર્મી ચીફે કહ્યું કે ભારતીય સેના આગામી વર્ષોના તમામ પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે  સક્ષમ છે. તેમણે ખાતરી આપી કે સૈનિકોને શ્રેષ્ઠ સુવિધા મળશે અને તેમની તમામ જરૂરિયાતો અને આકાંક્ષાઓનું ધ્યાન રાખવામાં આવશે.

    આર્મી ચીફ જનરલ નરવને કહ્યું કે ભારતીય સેના ઉત્તર સરહદ પરના તમામ પડકારોનો સામનો કરવા તૈયાર છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર તેમણે કહ્યું કે રાજકીય નેતૃત્વના આદેશ અંતર્ગત આ ક્ષેત્ર ભારતનો ભાગ બની શકે છે. તેમણે કહ્યું કે ભારતના ભાગ રૂપે સંસદીય દરખાસ્ત તરીકે આખું જમ્મુ-કાશ્મીર સ્વીકાર્યું છે. તેમણે કહ્યું કે જો સંસદ ઇચ્છતી હોય તો આ ક્ષેત્ર ભારતનો ભાગ હોવો જોઈએ. તેમણે કહ્યું હતું કે સેના આ સંદર્ભે આદેશો મળ્યા બાદ જરૂરી કાર્યવાહી કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply