સેન્સેક્સ 317 આંકના વધારા સાથે 62345 પર અને નિફ્ટી 84 આંકના વધારા સાથે 18398 પર બંધ
Live TV
-
એપ્રિલમાં ફુગાવો આરબીઆઈના 6 ટકાની ટોચની મર્યાદાની નીચે 4.7 ટકા આવતા સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં વૃદ્ધિ જોવા મળી છે. આજે સેન્સેક્સ 317 આંકના વધારા સાથે 62 હજાર 345 પર બંધ રહ્યો છે. અને નિફ્ટી 84 આંકના વધારા સાથે 18 હજાર 398 પર બંધ રહ્યો છે. આજે રિયલ્ટી અને ઓટો સેક્ટરમાં ભારે લેવાલી જોવા મળી હતી. કોમોડીટીની વાત કરીએ તો માંગમાં ઘટાડાની આશંકાએ બ્રેંટ ક્રુડ ઓઈલ 74 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે. તો આજે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ રૂ. 61 હજાર પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ રૂ. 73 હજાર 300 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે. રૂપીયા સામે ડોલર મજબૂત થઈ રૂ. 82.33 પર પહોંચ્યો છે.
