"સેલ્ફી વીથ સેપલિંગ" ના કાર્યક્રમની જાહેરાત
Live TV
-
આજે કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડે કરે જણાવ્યુ છે કે તેમને વિશ્વાસ છે કે ભારતના લોકો આ વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ જ ઉત્સાહ પૂર્ણ રીતે ઉજવણી કરશે.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ચીનના યજમાનપદે થઈ રહી છે. વાયું પ્રદુષણના મુદ્દે જાગૃતી લાવવા ભારતમાં આ પર્વે" હવા આને દે " જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. આપણે શ્વાસ લેવાનું તો બંધ ના કરી શકીએ પરંતુ જે હવાથી શ્વાસ લઈએ છીએ તેને શુદ્ધ રાખવાની દિશામાં પ્રદાન તો કરી જ શકીએ. પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરે આ પ્રસંગે " સેલ્ફી વીથ સેપલિંગ " ના કાર્યક્રમની જાહેરાત કરી હતી.
