સોમવારથી શરુ થનાર સંસદના શિયાળુ સત્રને લઈને આજે યોજાશે સર્વપક્ષીય બેઠક
Live TV
-
આવતીકાલ 29 મી નવેમ્બર અને સોમવારના રોજથી ચાલુ વર્ષનું સંસદ શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આ સંસદ સત્રને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધીઓ ઝડપી બની છે. જે અનવ્યે સરકારે આજે સદનનાં તમામ પક્ષોનાં નેતાઓની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સત્ર દરમિયાન કામકાજને યોગ્ય રીતે ચલાવવાના હેતુસર વિપક્ષી પાર્ટીનો સહયોગ માંગવામાં આવશે. આ ઉપરાંત રાજ્યસભાનાં સભાપતિ એમ. વૈંકેયા નાયડુએ પણ રાજ્યસભાના મુખ્ય પક્ષોની બેઠક આજે સાંજે બોલાવી છે.
તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓને પરત ખેંચવાની જાહેરાત કરી હતી. ત્યારે સંસદ સત્રનાં પહેલા જ દિવસે આ કૃષિ કાયદાને પરત લેવા માટે, સદનની કાર્યવાહીમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે.
