Skip to main content
Settings Settings for Dark

તમીલનાડુ અને કેરળમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિના પગલે જનજીવનને માઠી અસર

Live TV

X
  • દક્ષિણ ભારતમાં તમીલનાડુ સહિતના કેટલાક રાજ્યોમાં વરસાદનો કેર જોવા મળી રહ્યો છે. આ વરસાદના કારણે સામાન્ય જનજીવન પર માઠી અસર પડી છે. ચોમાસા બાદ થયેલ આ કમોસમી વરસાદના કારણે જાનમાલને પણ મોટુ નુકસાન થયું છે. જેથી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા માટે કેન્દ્રીય ટીમે આંધ્રપ્રદેશની મુલાકાત લીધી છે. 
    બીજી બાજુ હવામાન વિભાગે પણ આગામી અમુક દિવસો દરમિયાન આ રાજ્યોમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ કમોસમી વરસાદથી ચેન્નાઈમાં 150 થી પણ વધુ રસ્તાઓનો પાણીમાં ગરકાવ થયો છે. જેની ગંભીરતથી નોંધ લઇ ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશને પાણીને કાઢવા માટે 750 કરતા પણ વધુ પંપ લગાવ્યા છે. તમિલનાડુમાં વરસાદથી સંબંધિત ઘટનાઓનાં પગલે 8 લોકોના મોત થયા છે. વરસાદનાં પગલે 2202 ઝૂપડાઓ અને 200 જેટલા મકાનો અસગ્રસ્ત થયા છે. શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સહાય અર્થે તમીલનાડુમાં 14 જિલ્લાનાં 123 રાહત કેન્દ્રોમાં 11 હજાર 239 લોકોને રાખવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply