Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 8774 નવા કેસ; 9481 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

Live TV

X
  • દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં કોવિડનો નવો વેરિયેન્ટ 'ઓમિક્રોન' એ સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. ત્યારે ભારતમાં પણ સરકાર દ્વારા અનેક તકેદારીના પગલાંઓ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત વિદેશથી આવતા લોકોની સઘન તાપસ કરવામાં આવી રહી છે, અને સાથે જ દેશમાં કોરોના સામે રક્ષણ આપતા કોરોના રસીકરણનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કુલ 82,86,058 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, જેને મળી અત્યારસુધીમાં કુલ 1,21,94,71,134 લોકોને કોરોના રસીના ડોઝ આપી કોરોના મહામારી સામે રક્ષિત કરવામાં આવ્યા છે.
    જો કોરોના મહામારીના સંક્રમણની વાત કરીયે તો, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 8774 નવા કેસ નોંધાયા છે. જેની સામે દેશભરમાં 24 કલાકમાં 9481 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે, જ્યારે કોરોનાથી દેશમાં 24 કલાક દરમિયાન 621 લોકોના મૃત્યુ થયા છે. હાલ દેશમાં કોરોના મહામારીના કુલ 1,05,691 સક્રિય કેસ છે અને અત્યાર સુધી કોરોનાથી દેશમાં કુલ 3,39,98,278 લોકો સ્વસ્થ થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply