સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનો ચુસ્ત અમલ જ દેશ માટે અસરકારક વેક્સિન : ડો. હર્ષવર્ધન
Live TV
-
રાજ્યના ચાર મહાનગરોમાં કૉવિડ -19ની ડેડીકેટેડ હોસ્પિટલ કાર્યરત, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે આપી હતી માહિતી
તમામ રાજ્યના આરોગ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સમાં સંબોધન કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, આ સંક્રમણને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનો ચુસ્ત અમલ જ દેશ માટે અસરકારક વેક્સિન પુરવાર થશે. એટલે તેમણે દેશવાસીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. સાથે સાથે દેશના તમામ જિલ્લાઓમાં કોવિડ-19 માટેની અલાયદી હોસ્પિટલો સત્વરે કાર્યરત કરીને નોમીનેટ કરવા પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
