Skip to main content
Settings Settings for Dark

સ્મૃતિ ઈરાની સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરશો નહીં, જીત અને હાર થતી રહે છે: રાહુલ ગાંધી

Live TV

X
  • રાયબરેલીના કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્મૃતિ ઈરાની પર કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓને સલાહ આપી છે.

    રાયબરેલીના કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્મૃતિ ઈરાની પર કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓને સલાહ આપી છે.

    કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું કે, “જિંદગીમાં જીત અને હાર થાય છે. હું દરેકને વિનંતી કરું છું કે સ્મૃતિ ઈરાની અથવા અન્ય કોઈ નેતાઓ પ્રત્યે અપમાનજનક ભાષા અને ખરાબ વર્તનનો ઉપયોગ ટાળો. લોકોનું અપમાન કરવું એ શક્તિની નહીં પણ નબળાઈની નિશાની છે.

    જ્યારથી રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને સૂચનાઓ આપી છે ત્યાર થી સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા થઈ રહી છે. એક યુઝરે લખ્યું, “રાહુલ ગાંધીએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તેઓ સાચા જન નાયક કેમ છે. સ્મૃતિ ઈરાની, પીએમ મોદી અને સમગ્ર ભાજપે રાહુલ ગાંધી પાસેથી કંઈક શીખવું જોઈએ.

    લોકસભાની ચુંટણીમાં ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીને યુપીની અમેઠી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ શર્માએ મોટા અંતરથી પરાજય આપ્યો હતો. ત્યારથી સોશિયલ મીડિયા પર સ્મૃતિ ઈરાનીને નિશાન બનાવવામાં આવી રહ્યાં હતાં. આ ઉપરાંત તેની સામે વાંધાજનક ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે લ્યુટિયન્સ દિલ્હીમાં 28 તુગલક ક્રિસેન્ટ સ્થિત સરકારી બંગલો ખાલી કર્યો હતો. સરકારી બંગલો ખાલી થયો ત્યારથી તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા હતાં.નાંધનીય છે કે  2019ની લોકસભા ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા હતા. જો કે, તે સમયે રાહુલ ગાંધીએ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી, જેમાંથી તેમણે કેરળની વાયનાડ બેઠક જીતી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply