હરિયાણા: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવ દ્વારા કર્મચારી રાજ્ય વિમા નિગમ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
Live TV
-
કેન્દ્ર સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ESIC હોસ્પિટલો અને દવાખાનાઓના તબીબો માટે એક સમાન વેતનની નીતિ અપનાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવે ગઈકાલે હરિયાણાના માનેસર ખાતે 500 કરોડ રૂપિયાના ખર્ચે બંધાનાર કર્મચારી રાજ્ય વિમા નિગમ ESIC હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરતા આ મુજબ જણાવ્યું હતું.તેમણે કહ્યું કે,રાજસ્થાનના અલવરમાં પણ ESICના ઉપક્રમે તબીબી કોલેજ શરૂ કરાશે.ઉલ્લેખનિય છે કે, હરિયાણામાં સ્થપાનારી ESICની હોસ્પિટલનો લાભ ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોના આશરે છ લાખથીવધુ કર્મચારીઓને મળશે.