રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હૈદરાબાદમાં સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટીના પરિસરમાં શ્રી રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું કર્યું અનાવરણ
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હૈદરાબાદમાં સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટીના પરિસરમાં શ્રી રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે શ્રી રામાનુજાચાર્યે સમાજના એકીકરણમાં જે યોગદાન આપ્યું તેનું સ્મરણ કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે શ્રી રામાનુજાચાર્યે તત્કાલિન સમાજવ્યવસ્થામાં સમતાનો સંચાર કર્યો હતો. શ્રી રામાનુજાચાર્યે વિષે કહી એ તો તેઓ શ્રીનાથમુનિએ સ્થાપેલા વૈષ્ણવ સંપ્રદાયના સંત હતા, જેમનો ભક્તિ પરંપરા પર ખૂબ જ ઊંડો પ્રભાવ રહ્યો હતો. તેઓ યમુનાચાર્યના દોહિત્ર હતા. એમનો જન્મ દક્ષિણ ભારતના ચેન્નાઈ નજીક આવેલા પેરામ્બદુર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ અસૂરી કેશવ સોમયાજી અને માતાનું નામ કાંતિમતી હતું. તેઓ શ્રી રામાનુજ, ઉદ્યાવર, એથીરાજર (યાત્રીરાજા), એમ્બરુમન્નાર અને લક્ષ્મણ મુનિ તરીકે પણ ઓળખાતા હતા