ભારતીય શેરબજાર આજે સપ્તાહના પ્રથમ દિવસે રેડ ઝોનમાં ખુલ્યો,સેન્સેક્સમાં 1400 અંકોનો મોટો કડાકો જોવા મળ્યો
Live TV
-
ભારતીય શેરબજાર આજે સપ્તાહના પ્રથમ દિવસે રેડ ઝોનમાં ખુલ્યા.સેન્સેક્સ શરુઆતી કારોબાર દરમિયાન સેન્સેક્સમાં 1400 અંકના મોટો કડાકો જોવા મળ્યો છે.સેન્સેક્સ 57 હજારની આસપાસ કારોબાર કરતો જોવા મળ્યો જ્યારે નિફ્ટીમાં પણ ભારે ઘટાડાનો માહોલ જોવા મળ્યો.નિફ્ટીમાં શરુઆતી કારોબારમાં 400 અંકનો કડાકો જોવા મળ્યો.નિફ્ટીમાં 17 હજારની આસપાસ કારાબોર થઈ રહ્યો છે.જાણકારોના મતે રોકાણકારોમાં જોરદાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.જેના કારણે શેરમાર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે.તમામ સેક્ટર્સમાં રેડ ઝોનમાં કારોબાર જોવા મળી રહ્યો છે.બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, ઑટો, મેટલ, ફાર્મા, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ છે.