હવામાન વિભાગે કરી આગાહી, યુપી અને બિહારમાં પડી શકે છે હાડ થિજાવતી ઠંડી
Live TV
-
હવામાન વિભાગે ઉત્તર ભારતમાં પડી રહેલી કડકડતી ઠંડીથી રાહત મળશે તેવી શક્યતા દર્શાવી છે. જો કે બરફથી ઢંકાયેલા પશ્ચિમી હિમાયલ ક્ષેત્રથી ફૂંકાયેલા ઠંડા પવનોને કારણે મેદાનવાળા વિસ્તારોમાં ઠંડી વધી શકે છે.
હાડ થિજાવતી ઠંડી પડવાની આગાહી
આ દરમિયાન હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાય જિલ્લામાં હાડ થિજાવતી ઠંડી પડવાની આગાહી કરી છે. તો બીજીતરફ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં ઠંડીથી થોડીક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી પાંચથી છ દિવસ સુધી દિલ્હીમાં લઘુતમ તાપમાન લગભગ 5 ડિગ્રી રહેવાનો અનુમાન છે.