30 કરોડ લોકો સુધી ટૂંક સમયમાં પહોંચશે કોરોનાની રસીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન
Live TV
-
કોરોનાની મહામારી સામે સરકારની અસરકારક કાર્યવાહીને કારણે, એક પછી એક સફળતા મળી રહી છે. દેશમાં પ્રથમ 30 કરોડ લોકોને ટૂંક સમય રસી આપવામાં આવશે. ભારતનો રિકવરી રેટ, વિશ્વભરમાં સૌથી વધારે 95.51 ટકાને પાર પહોચી ગયો છે. જે એક ઐતિહાસિક સફળતા છે.
જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે રસીકરણ
ત્યારે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કોરોના વેક્સીન અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત વેક્સીનના વિકાસ અને રિસર્ચમાં બીજા કોઈ પણ દેશ કરતા પાછળ નથી. દેશમાં 95 લાખથી વધુ લોકો કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ્ય થયા છે. ભારતમાં રિકવરી રેટ દુનિયાની સરખામણીમાં સૌથી વધારે છે. દેશમાં જાન્યુઆરીથી રસીકરણ શરૂ થઈ શકે છે
ભારત રસી અંગે કોઈ સમાધાન નહીં કરે
પ્રેસને સંબોધતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં રિકવરી રેટ દુનિયાની સરખામણીમાં સૌથી સારો છે. ભારત રસીની અસરકારકતા અને ઇમ્યૂનોજેનિસિટી અંગે સમાધાન નહીં કરે.
અત્યાર સુધી ભારતમાં 95 લાખથી વધારે લોકોએ આપી કોરોનાને મ્હાત
મહત્વનું છે કે, ભારતમાં અત્યાર સુધી 95 લાખ 80 હજાર 402 લોકો સ્વસ્થ્ય થયા છે. કોરોનાને કારણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 341 લોકોના મૃત્યુ થતા. અત્યાર સુધીમાં કુલ 1 લાખ 45 હજાર 477 લોકોના મૃત્યુ થયા છે. જો કે મૃત્યુદર 1.45 ટકા પર સિમિત રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26,624 કેસ નોંધાયા હતા. દેશમાં હાલ 3 લાખ 5 હજાર 344 સક્રિય કેસ છે.